સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા આજે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા હતા

સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા આજે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા હતા. ચોમાસું જલ્દી આવવાની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની સફાઈ હજી પણ 33 ટકા બાકી છે. આગામી દિવસોમાં આ સફાઈની કામગીરી તાત્કાલિક પુરી કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડે તો ખાડીમાં પૂરની શક્યતા રહે છે. સુરતમાં ઘણી વખત ખાડીમાં પૂરના કારણે નુકસાન થયું છે, જેથી દર વર્ષે સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલા ખાડીની સફાઈ કરવામાં આવે છે. 

સુરત પાલિકા દ્વારા હાલમાં ખાડીની સફાઈ માટેની કામગીરી ચાલી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં અત્યાર સુધી 80,000 મીટરમાંથી 58,745 મીટર ખાડીની સફાઈ થઈ ચૂકી છે, જ્યારે હજી પણ 33 ટકા કામ બાકી છે. જો આ કાર્ય તાકીદે પૂર્ણ ન થાય અને અચાનક ભારે વરસાદ થાય તો ફરી એક વાર શહેરમાં ખાડીના પાણી ઘૂસી શકે તેવી શક્યતા છે.

Post a Comment

Previous Post Next Post